બાળપણ વીત્યા પછી માં
પણ ખોળા થી ઉતારી દે છે
યુવાન થયા પછી પિતા
પણ સાસરે વળાવી દે છે
કળી ખીલ્યા પછી માળી
પણ ફૂલ ને ઉતારી લે છે
શ્વાસ ખૂટ્યા પછી ભગવાન
પણ જીવને નીકાળી લે છે
નિષ્ઠાવાન માણસ પોતાનું
જીવન સુધારી લે છે
પ્રતિષ્ઠા મળ્યા પછી ઇન્સાન
તેની ઔકાત બતાવી દે છે
"આર્ય " તમે અભિમાન કંઈ વાતનું છે
મૃત્યુ ના છ મહિના પહેલા આપણો
પડછાયો પણ સાથ છોડી દે છે
લી..... સુરજબા ચૌહાણ "આર્ય "
ગમે તો લાઈક અને કમેન્ટ જરૂર કરજો તમારો પ્રતિભાવ લેખન માં ઉત્સાહ વધારે છેસુપ્રભાત જય શ્રી રામ 🙏