મિત્રો આપણે શાકભાજી વાળા પાસે શાકભાજી લેવા જઈએ ત્યારે આપણે ભાવતાલ કરીએ છીએ. કપડાં, ફર્નિચર, વગેરે દુકાનો માં જઈએ છીએ ત્યારે ભાવતાલ કરીએ છીએ, પણ મેડિકલ માં દવા લેવા જઈએ ત્યાં ભાવતાલ કરતાં નથી કારણ પ્રસ્ન આપણી તદુરસ્તી નો છે.
તો મારા વ્હાલા વાચક મિત્રો આપણે જ્યારે પાણીપુરી, ભેળ, દાબેલી, પાઉંભાજી, બહાર ની મીઠાઈઓ, અને ફાસ્ટફૂડ ખાઈએ ત્યારે નફો અને ખોટ શુ કામ નથી જોતા.
મિત્રો આપણે જે પેટમાં પધરાવીએ છીએ એ પેટ ને ગમે છે કે નહિ એ કેમ નથી જોતા. મિત્રો જીભ નો ટેસ્ટ હમેશા પેટ ને ભારી પડે છે. આપણે આને વિગતવાર સમજીએ આપણે ખાઈએ શુ કામ છીએ કે આપણા શરીર ને એનર્જી અને યોગ્ય પોષકતત્વો મળી રહે જેનાથી શરીર યોગ્ય રીતે ચાલે.
આમાં પાચનતંત્ર નું કામ છે શરીર માં આવેલા આહાર નું મંથન કરીને એમાંથી યોગ્ય પોષકતત્વ અલગ કરીને શરીર ને આપવાનું.
"તો હવે તમે વિચારો કે દૂધ માં મલાઈ નો ભાગ હોય જ નહિ તો માખણ ક્યાંથી આવે"
અને માખણ આવે કે ના આવે પણ તમે મોટર દ્વારા છાસ બનાવી હોય તો બિલ તો અવાવનું જ કેમ કે મોટર ની એનર્જી નો વપરાશ થયો છે. બિલકુલ એવી રીતે તમે સાદો આહાર કરો કે બહાર નું ફાસ્ટફૂડ તમારા પાચનતંત્ર ને મેહનત તો પડવાની જ,
હવે તમે વિચારો કે તમે એક બાજરી નો રોટલો અને એક ગ્લાસ દૂધ જમવામાં લીધું છે. તો આરામ થી પચી જશે કારણ બે વસ્તુ ખાઘી તમે પેટ ને પચવવા માં વધારે મહેનત નહિ પડે,
હવે એ વિચારો કે બાજરી અને દૂધ ને હજમ કરવામાં એનર્જી વપરાય છે એના કરતા વધારે એ આપે છે તમને એટલે તમે નફા માં છો.
જો કોઈએ ફાસ્ટફૂડ ખાધું હોય તો એમાં તો કેટકેટલા મસાલા પડે, બટર, ચીઝ, વિનેગર, સોયાસોસ, અનેક જાતની જે પણ વસ્તુઓ પડે છે આમાં પાચનતંત્ર ને કેટલી તકલીફ પડતી હશે હજમ કરવામાં કારણ કે પાચન તંત્ર ને તો ફક્ત સાર જોઈએ છે. આટલી બધી વસ્તુઓ માંથી સાર ગોતવો મહા મુસ્કિલ છે.
મિત્રો તમે વિચારો કે "
ઘઉં માંથી કાંકરા અલગ કરવા હોય તો આશાન છે, પણ કાંકરા માંથી ઘઉં અલગ કરવા હોય ત્યારે આપણે ઘઉં ફેંકી દઈ છીએ"
એવી રીતે જ્યારે આપણે ના ખાવાનું ખાઈએ છીએ ત્યારે કા તો ઉલ્ટી થાય છે અથવા ડાયેરિયા થાય છે કારણ સાર નો અંશ ઓછો છે શરીર મહેનત કરીને થાકી જાય છે છતાં સાર નથી મળતો એટલે અતિસાર થાય છે.
પછી આપણને નબળાઈ આવી જાય કારણ જે ખાધું એમાં પોસણ હતું નહિ શરીર માં જે એનર્જી હતી એ એને હજમ કરવાના ચક્કર માં વપરાઈ ગઈ અને અશક્તિ આવી ગઈ
"માટે હવે ખાતા પહેલા એકવાર નહિ સો વાર વિચારજો કે તમે નફા માં છો કે ખોટ માં "
✍️ચૌહાણ સુરજબા "આર્ય "