જીવતાંને ચેન થી જીવવા નથી દેતી આ
દુનિયા મર્યા પછી ૐ શાંતિ લખાય છે.
ઘઢપણમાં ઠંડા પાણી માટે વલખા મારે છે ,
માં-બાપ મર્યા પછી પીપળે પાણી ચડાવાય છે.
જીવતાં માં -બાપને પ્રેમથી ખવરાવી નથી સકતા,
સંતાનો મર્યા પછી હરિદ્વાર માં શ્રાદ્ધ નખાય છે.
જીવતાં માં -બાપ ફાટેલા વસ્ત્રો માં ફરે છે,
મર્યા પછી ગરીબો માં વસ્ત્રદાન થાય છે.
જીવતાં માં -બાપ ને અડતા હાથ ગંદા થાય છે,
મર્યા પછી અસ્થિઓ ગંગા માં પધરાવાય છે.
આખી જીંદગી જે સંતાનો માટે કમાણો એ બાપ ની,
મર્યા પછી એક સુવર્ણની વીંટી પણ ઉતારી લેવાય છે.
માંએ તમને ઉદર માં નવ મહિના સાચવ્યા અમૃત પાઈને,
મોટા કર્યા એ,માં પણ સંતાનો થી અહીં ક્યાં સચવાય છે.
મતલબી દુનિયા થી પર થઈને રામનું ભજન કરો,
સ્વાર્થ વિના અહીં ક્યાં કોઇ કોઈનું સગું થાય છે.
✍️ચૌહાણ સુરજબા "આર્ય "