એક યુવતી ઑફિસથી ઘેર પાછી આવી રહી હતી. એ વખતે એની કાર આગળની કાર સાથે અથડાઈ પડી પેલી યુવતીની આંખમાંથી તો આંસુ વહેવાં લાગ્યાં, પોતાની કાર તદ્દન નવી છે હવે આ કારને થયેલાં નુકશાનની વાત પતિને ક્યા મોઢે કહીશ, પેલા કારમાલિકે પણ સહાનુભૂતિ બતાવી. એણે કહ્યું કે આપણે એકમેકના લાઈસન્સ નંબર અને રજિસ્ટ્રેશન નંબર લખી લેવાં જોઈએ કાગળ કાઢવા યુવતીએ પોતાના કવરમાં હાથ નાખ્યો તો એના હાથમાં એક કાગળ આવ્યો.
યુવતીના પતિએ એ કાગળમાં લખ્યું હતું :
'અકસ્માત થાય તો એ યાદ રાખજે કે હું કારને નહીં, તને પ્રેમ કરું છું'
🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀