ચીં... ચીં...ચીં...
આજે તારો દિ,
બા કહેતી તારી વાર્તા, એક ચકો, એક ચકી,
ચોખા, મગ સાથે રાંધી ખાતા બેઉ ખીચડી,
તારાં ચીં ચીં થી સવાર પડતી,
બપોરનાંય સખણી નહિ તું,
જોવા તને, ચોખા નાખી વાટ જોઉ હું,
સિમેન્ટનાં આ જંગલમાં હજુ ક્યાંક દેખાય,
અમુક ઝાડ બચ્યા છે જ્યાં તારું રાજ વર્તાય,
રાખું છું પાણી રોજ, આવી પી...પી...પી...
મારી બારીએ આવે ત્યારે કરજે ચીં...ચીં...ચીં...
આજે તારો દિ...
અશોક ઉપાધ્યાય