પહેલી નજરે કદાચ પ્રેમ થઇ જતો હશે પણ પહેલી નજરે નફરત થતી નથી! પ્રેમ પાછળ કોઈ કારણો હોતાં નથી નફરત માટે હજારો કારણો મળી રહે છે ! તમને કોઈ વ્યક્તિ ગમતી હોય અને તમને પૂછવામાં આવે કે તેનામાં એવું તો શું છે ? જે તમને ગમે છે ? આ પ્રશ્નનો જવાબ તમે શું આપો ? એ સારો છે અથવા તો એ સારી છે. મને સમજે છે , લાગણીશીલ છે , અમારા શોખ એક છે , પ્રેમ હોય ત્યારે બધું જ સારું અને શ્રેષ્ઠ લાગે છે... આમ છતાં ઘણા પ્રેમ નિષ્ફળ જાય છે. આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે પ્રેમ નિષ્ફળ થઇ ગયો. નફરત કેમ ક્યારેય નિષ્ફળ થતી નથી ? માણસ આખી જિંદગી નફરત નિભાવી જાય છે , પ્રેમ નિભાવી શકતા નથી.
.