*ધીરે ધીરે એવું કંઇક*
*સમજાય છે કે,*
*સમય ગુપચુપ*
*લૂંટાતો જાય છે.*
*કરીએ દિલની વાતો*
*એવા સ્વજનો,*
*ગુમ થતા જાય છે.*
*શ્વાસથી યે નિકટ*
*જે હતા હાલ પર્યન્ત,*
*આંખથી ધીમે ધીમે*
*ઓઝલ થતા જાય છે.*
*ડગ સ્વયંભૂ વળીને*
*જતા જે તરફ*
*હોંશે હોંશે*,
*એ ઘરો તૂટતા*
*ને ખૂટતા જાય છે.*
*કોણ જાણે કયો*
*શ્રાપ લાગી ગયો,*
*લીલાછમ માણસો*
*રણ થતા જાય છે.*
*જે ઘરોમાં જઈ*
*સહેજ હળવા થતા,*
*બારણાં એ બધા*
*બંધ થતા, જાય છે.*
*વડીલો કહે છે*
*એ સાવ સાચું છે કે.*
*હવે સ્થાન હળવાશના*
*ઓછા થતા જાય છે.*