ચૂપ રહેવું ને , મૌન રહેવામાં
ફરક તો છે.
સૂતા રહેવું ને , ઉંઘતા રહેવામાં
ફરક તો છે.
ક્યારેક તો વરસાદ પણ દઝાડે કારણ,
પલળવું , ને ભીંજાતા રહેવામાં ફરક તો છે.
જે મઝા સફરમાં છે , તે મંજિલ પર નથી,
જીવવું , ને જીવતા રહેવામાં ફરક તો છે.
રુક્મિણી અને રાધાને જઈ પૂછો તો સમજાશે ,
પામવું , ને ચાહતા રહેવામાં ફરક તો છે.
જેમ જળ અને ઝાંઝવાં માં ફરક છે,
તેમ ફરવું , ને રખડતા રહેવામાં ફરક તો છે.
ને હારી ગયા બાદ યુધિષ્ઠિર સમજ્યા,
હારવું , ને હારતા રહેવામાં ફરક તો છે.