જીવ ૫ રૂપિયામાં
જીવ જો ૫ રૂપિયામાં રહે તો,
હજારો કમાવવાનો વિચાર કયાથી આવે.
એક ગામમાં ૫ ભાઇનું એક કુટુંબ,
આજીવિકા વૃક્ષની ડાળી ને ફળ-ફૂલ વેચી રોટલાનું થાય,
ને દુકાળમાં અધિક માસ બેસે તેમ જો મહેમાન ઘર ચડે,
તો કોઇ એક પેટને દુખ્યા નું બાનુ કરે ને કોઇ ઉપવાસ કરે.
મહેમાન જાણે કે જીવ વૃક્ષમાં છે ને આળસ ફેરવાઈ છે.
રાત થઈને વૃક્ષ પાડ્યું, સવાર થઇને સ્વ ઘર ભાળ્યું,
ઘરના જોઇ વૃક્ષ પડી ભાંગ્યું ને મહેમાન એ કરી વૃત્તિ ભાંગ્યું
રાત આખી બરાડા કરી દીઠી,
સવાર થઇને કામ ભાળ્યું વૃત્તિ ભંગાઇ ને હજારો કમાયા.
ફરી મહેમાન મારગ ભૂલ્ય ફરી ઘરે ચડી ગયા.
આભાર માન્યો મહેમાનનો કે જીવ ભાંગ્યો ૫ રૂપિયામાં.
સમયનો આજે સાથ હતો,
ને કલમનો આજે અવાજ હતો,
ત્યા મન ભાળ્યું બુદ્ધિનો વિચાર થયો
તો બસ લખી નાખી નવી વાર્તા.