"ક્યારેક હસાય જાય તો ક્યારેક રડાય જાય,
ક્યારેક મન માનવી લઉં,તો ક્યારેક દિલ રિસાય જાય,
ક્યારેક હૈયું પણ બેચેન બની જાય,
જ્યારે તારી યાદ આવી જાય.....🤗
ક્યારેક દર્દ પણ મીઠું લાગી જાય,
ક્યારેક તારો અહેસાસ આંસુ આપી જાય,
ક્યારેક અંદર ને અંદર મન મુંજાય જાય,
જ્યારે તારી યાદ આવી જાય.....🤗
ક્યારેક આંખ મીંચુ ને તારો ચહેરો સામે આવી જાય,
ક્યારેક ઘાવ વગર મને ઝખમ આપી જાય,
ક્યારેક કારણ વગર ચહેરા પર મલકાટ આવી જાય,
જ્યારે તારી યાદ આવી જાય......🤗
ક્યારેક આખો દિવસ તારા વિચાર માં વીતી જાય,
ક્યારેક સાંજ પડે ને મન રણ મેદાન બની જાય,
ક્યારેક ખુલ્લી આંખે આખી રાત વીતી જાય..
જ્યારે તારી યાદ આવી જાય.....🤗
💞 miss you so much 💞 pagal 😘