દૂરથી ચાલતા આવતા એ ઓલિયા
મને તારા જેવું થાવું છે,
મદમસ્ત થઈ ને પ્રકૃતિમાં,
ગીત મસ્તીથી ગાવું છે...
છત ની કોઈ તલાશ ના હો,
રોટી ની કોઈ ચિંતા ના હો,
અલક ના આકાશને ઓઢીને,
તારાઓ જોતા સૂઈ જવું છે,
મને તારા જેવું થાવું છે.
કપડાં ની કોઈ ફિકર ના હો,
પગરખાં ની કોઈ સ્ટીકર ના હો,
સંઘરવાને એક પોટલી લઈ,
મારે આનંદમય બની જવું છે,
મને તારા જેવું થાવું છે.