Gujarati Quote in Poem by Krishna Rajput

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માણસાઈ તો ગઈ પણ આમ દેશભક્તિના દેખાડા ન કર,
આમ જ ગાડરીયા પ્રવાહમાં dp/status બદલ્યા ન કર !
માન્યુ કે શાન છે ; સ્વતંત્રતા ને પ્રજાસતાક પર્વ,
પણ બાકીના 363 દિવસ દેશભક્તિને સુવાડ્યા ન કર !
સૈન્ય પણ જો બે દિવસ જ કરશે દેશભક્તિ,
નહી કરી શકે તું નિંદર પણ સરખી એ ભૂલ્યા ન કર !
દેશપ્રેમ હોય જો સાચો જગાવ તારી અંદરના નાગરીકને,
ફોકટનો BPL કાર્ડ લઈ કોઈના ભાગનું લુંટયાં ન કર!
નથી બંધાયા અહીં કોઈ "પાળીયા" એમ જ,
તો દેશભક્તિને આટલી સસ્તી બનાવ્યા ન કર !
"જાગૃત નાગરીક" જ છે સાચો દેશભક્ત હવે,
વિજળી, પાણી ને ભોજન આમ બગાડ્યા ન કર !
જાંખ સ્વયંની અંદર ; "મન" સ્વચ્છ કર,
"સ્વચ્છ ભારત"ના નારા આમ જ ગાયા ન કર!

🤞🙏🤞

Gujarati Poem by Krishna Rajput : 111915388
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now