....." દરિયો ખારો થઈ ગ્યો "
આપણા મિલનને લગભગ જન્મારો થઈ ગ્યો;
મારી એકલતા હવે જીવનનો સહારો થઈ ગ્યો;
રિસામણાં મનામણાંની વચ્ચે, સરી ગઈ ક્ષણો!
ના જાણે ક્યારે એકબીજાથી કિનારો થઈ ગ્યો;
કોઈ તો રડ્યું હશે ચોધાર આંસુએ બેસી કિનારે,
લાગે છે કે દરિયો એટલે, આટલો ખારો થઈ ગ્યો;
હજુ તો માંડ ઠારી'તી દિલ મહીં, જ્વાળા પ્રેમની!
ત્યાં જ તો, એમની નજરનો એક ઈશારો થઈ ગ્યો;
યાદો ને શમણાં વધ્યાં છે આજ આ આંખોમાં,
' વ્યોમ' એ જ જિંદગીભરનો ગુજારો થઈ ગ્યો;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB), મુ. રાપર