છળતી દરેક શ્વાસોને તારો જ સાથ જોઈએ,
આ જન્મે જ નહીં મને જન્મારે જન્મારે જોઈએ..
ક્યાંય અટકી જાઉં કે ભટકી જાઉં હું મંજિલેથી,
સાથ તારો ને તારા નામનો જ સહારો જોઈએ..
અબૂધ મતિ મારી કર્મો અકર્મો ને જાણતી નથી,
મધદરિયે ફસાતી નાવને તારો જ કિનારો જોઈએ..
તુ સાથ આપીશ? કહી તને શરમિંદા નહીં કરું,
મને લાગણીનો છલોછલ છલકાતો દરિયો જોઈએ..
વિશ્વાસ તો છે ક્યાંક દૂર બેસી સાંભળે છે મને,
દર્શુને સ્વપ્ન ને હકીકતનો સથવારો જોઇએ..
Darshu Radhe Radhe 💕
૨૪/૦૧/૨૦૨૪