ક્યાં સહેલું છે રામ બનવું?
ભાઈઓ ખાતર જતું કરવું!
લેવો જન્મ એક રાજકુળમાં,
ને લેવી શિક્ષા એક ગુરુકુલમાં!
હોય સાહ્યબી મહેલમાં,
ને કરવી પડે ચાકરી ગુરૂજનોની આશ્રમમાં!
રાખવા માન પિતાનાં વચનનું,
જાળવવા પરંપરા રઘુકુળની,
હસતાં મોંએ સ્વીકારવો વનવાસ!
શું સુંદર વનવાસ કર્યો રામે!!!
હતો ગૃહત્યાગ અને રાજત્યાગ,
પણ બન્યો એ જીવોનો ઉદ્ધારક!!!
હોય તાડકા કે માતા અહલ્યા,
કે હોય શબરીમાતા,
કર્યો ઉદ્ધાર સૌનો,
આવ્યાં જે જીવ મારગમાં!!!
કરું હું વંદન એ દિવ્યાત્માને,
બોલો સૌ સાથે મળીને,
જય જય શ્રી રામ🙏
#Ram