અંકશાસ્ત્રની વ્યાખ્યા:
******************
અંકશાસ્ત્ર એટલે જીવન સાથે જોડાયેલા અંકોના રહસ્યનું શાસ્ત્ર.
જીવન સાથે જોડાયેલા કેટલાક અંકો
*****************************
વ્યક્તિની જન્મ તારીખ
વ્યક્તિ નો જન્મ સમય
વ્યક્તિની આવક
વ્યક્તિની શાળાનો રોલ નંબર
આધાર નંબર
પાનકાર્ડ નંબર
બેન્ક એકાઉન્ટ નંબર
મોબાઈલ નંબર
કોઈપણ વાહન નો નંબર
ઘરનો નંબર
આવકવેરા નંબર
ઉંમર નો નંબર
આવી રીતે આપણી આસપાસ અંકો ઘેરાયેલા છે. અને અંકોનું ઘણું મહત્વ હોવાથી આપણા ઋષિમુનિઓએ અંકોની પાછળ છુપાયેલું રહસ્ય જાણવાનો પ્રયત્ન કર્યો અને એના ફળ સ્વરૂપે આપણને અંકશાસ્ત્ર પ્રાપ્ત થયું.
અંક શાસ્ત્ર ની શોધ:
*****************
પ્રાચીન કાળમાં ભારતમાં અંકશાસ્ત્રની શોધ થયેલી, આપણા ઋષિમુનિઓએ વેદિક અંકશાસ્ત્રનો વિકાસ કર્યો હતો, અંકોના ગુપ્ત રહસ્યો આપણી પ્રજાથી દૂર રાખવામાં આવ્યા હતા.
વિદેશથી આવેલા ગ્રીક મુસાફર પાયથાગોરસ એ ભારતના વિદ્વાન લોકો પાસેથી અંકશાસ્ત્રનું ગુપ્ત જ્ઞાન પ્રાપ્ત કર્યું. પાયથાગોરસ એ અંકોના તાર્કિક અને આંતરિક સંબંધનો અભ્યાસ કર્યો. એને એવું શોધ કર્યું કે દરેક અંકોનું એક સંગીત છે, અને એ સંગીત ગ્રહો સાથે, અવકાશ સાથે અને પ્રકૃતિ સાથે જોડાયેલું છે. એટલે પાયથાગોરસને અંકશાસ્ત્રના પિતા માનવામાં આવે છે. પાયથાગોરસ પછી એક બીજા વિદેશી વિદ્વાન "કીરો", એ ભારતના વિદ્વાનો પાસેથી અંક શાસ્ત્રનું જ્ઞાન લીધું. અને પશ્ચિમમાં Morden Numerology ના નામે પ્રસિદ્ધ કર્યું.
ભારતની જેમ બેબીલોનીયા, ચીન, અને આરબમાં, પણ અંકશાસ્ત્રનો વિકાસ થયો.
જન્મ તારીખ વિશે:
****************
વ્યક્તિની જન્મ તારીખ નિશ્ચિત હોય છે. તે તેની જન્મ તારીખ બદલી શકતો નથી એટલે જન્મ તારીખ પરથી ભાગ્યના અંકો જાણવામાં આવે છે. ભારતમાં તારીખ/મહિનો/વર્ષ, આ રીતે તારીખ લખવામાં આવે છે, જ્યારે પશ્ચિમમાં મહિનો/તારીખ/વર્ષ, આ રીતે તારીખ લખવામાં આવે છે.
જન્મ તારીખ પરથી ત્રણ મૂળભૂત અંકો કાઢવામાં આવે છે.
(૧) મૂળાંક: આ અંક જે તે વ્યક્તિની જન્મ તારીખ નો સરવાળો છે. મૂળાંક વ્યક્તિનો સ્વભાવ, તેના શોખ, તેનું વ્યક્તિત્વ, તેની તાકાત અને નબળાઈઓ, તેની પસંદ -નાપસંદ, તેના રોજિંદા જીવન વિશે ખ્યાલ આપે છે.
(૨) ભાગ્યાંક: આ અંક વ્યક્તિની જન્મ તારીખ, મહિનો ,અને વર્ષનો સરવાળો છે. આ અંક વ્યક્તિના ભાગ્ય, ભાગ્ય ઉદય, જીવન લક્ષ્ય, જીવનમાં આવતા ઉતાર- ચઢાવ.. વગેરેનો ખ્યાલ આપે છે.
(૩) જીવન પથ અંક : આ અંક વ્યક્તિના મૂલાંક અને ભાગ્યાંક વચ્ચેનું અંતર છે, આ અંક વ્યક્તિના સંઘર્ષનો ખ્યાલ આપે છે.
અંકશાસ્ત્રનો મૂળભૂત નિયમ: આ નિયમ પ્રમાણે દરેક ડબલ ડીજીટ અંકોને સિંગલ ડીજીટમાં કન્વર્ટ કરવામાં આવે છે.
અંકો અને ગ્રહો.
************
૦= અવકાશ, મૌન, શાંતિ, નવસર્જન ની પ્રક્રિયા, પૂર્ણતા
૧=સૂર્ય
૨=ચંદ્ર
૩=ગુરુ
૪=રાહુ, યુરેનસ
૫=બુધ
૬= શુક્ર
૭= કેતુ, નેપ્ચ્યુન
૮=શનિ
૯= મંગળ
શૂન્ય જ્યારે કોઈપણ સંખ્યાના એકી અંકમાં આવે છે, ત્યારે તેના બળ પર પ્રભાવ પડતો નથી, પરંતુ શૂન્ય જ્યારે બેકી અંકમાં આવે છે, ત્યારે અંકોનું બળ 10 ગણું વધારે છે.
10 અંક એટલે અંક એક નો 10 ગણો પ્રભાવ.
દાખલા તરીકે જન્મતારીખ:
૧૪/૧૧/૧૯૭૮ નો મૂળાંક અને ભાગ્યાંક..
મૂળાંક: ૧+૪= ૫
ભાગ્યાંક: ૧+૪+૧+૧+૧+૯+૭+૮=૩૨(૩+૨)=૫
તો આ જન્મ તારીખનો મૂળાંક અને ભાગ્યાંક અંક પાંચ (૫) છે.
આપણે જોઈ ગયા કે જન્મ તારીખ પરથી મૂળાંક અને ભાગ્યાંક મેળવવામાં આવે છે, તો મૂળાંક અથવા ભાગ્યાંક માંથી જે અંક મોટો હોય એમાંથી નાનો અંક બાદ કરવામાં આવે તો જીવનપથ અંક મળે છે.
જીવનપથ અંક મૂળાંક અને ભાગ્યાંક વચ્ચેનું અંતર છે, આ અંતર જેટલું ઓછું એટલો આ જીવનમાં સંઘર્ષ અને મહેનત ઘટતી જાય છે..