રાખી શકો તો એક નિશાની છું હું, ખોઈ દો તો એક કહાની છું હું, રોકી ના શકી આ દુનીયા એ આંખ નું ટીપું છું હું
બધાં ને પ્રેમ કરવાની આદત છે મને.પણ મારી પોતાની પ્રેમ કહાની અધૂરી છે
મારી પણ એક અલગ કહાની છે.દુઃખ ગમે એટલું ઊંડું હોય પણ બધા ની સામે હસવાની આદત છે
હું આ વિચિત્ર દુનિયામાં એકલવાયું સ્વપ્ન છું.તેમ છતાં પ્રશ્નો થી ભરેલો જવાબ પણ છું હું
જે લોકો સમજી ના શક્યા એમના માટે હું કાઇ નથી અને જે લોકો સમજી ગયા એમના માટે હું ખુલ્લી કિતાબ છું હું
મને આંખો ની નજર થી જોશો તો ખુશ નજર આવીશ અને દિલ ની નજર થી જોશો તો મારી અંદર દુઃખ નો દરિયો તોફાન કરતો નજર આવશે.
રાખી શકો તો એક નિશાની છું હું, ખોઇ દો તો એક કહાની છું હું, રોકી ના શકી આ દુનીયા એ આંખ નું ટીપું છું હું.