હૃદયને ધબકવા નો કોઈ નિયમ હોય?
એક શ્વાસ પર લટકવા નો કોઈ નિયમ હોય?
લાગણીને વહેવાનો કોઈ નિયમ હોય?
વીતી ગયેલા સમયને આવવાનો કોઈ નિયમ હોય?
તણખલા થી ડૂબતા વ્યક્તિનો કોઈ નિયમ હોય?
વેદનાથી ભરેલા મનને ઉછાળવા નો કોઈ નિયમ હોય?
બોલતી આંખોને રોકવાનો કોઈ નિયમ હોય?
હંમેશા ચુપ રહેતા હોઠનો કોઈ નિયમ હોય?
અજાણતા જ કોઈ આવી જાય તેનો કોઈ નિયમ હોય?
ને કહ્યા વગર જ દુનિયામાંથી જતા રહે તેનો કોઈ નિયમ હોય?