પ્રેમ
જિંદગી હવે એક જુદી રીત લાગે છે,
પ્રેમથી કહેવાય જે એવું કાવ્ય લાગે છે,
આ જિંદગી તો છે બસ ચાલતા રહેવાની,
જો માનો તો દરેક હમસફર માનીતા લાગે છે,
જે દિવસથી મુલવુ છું
જિંદગીને પ્રેમ સાથે,
પછી બધુ હારી ગયા છતાં
પણ વિજય લાગે છે,
કષ્ટથી ડરવું નહીં હંમેશા મસ્તીમાં રહો,
દુઃખની વાણીમાં મીઠું ગીત લાગે છે,
થોડુ જીવીએ જીવન પણ રસભર્યાં ફુલ જેવું,
છેવટે તો જિંદગીને પણ જખ્મોની પ્રીત લાગે છે.