Trying to decode the winning pattern of Successful world leaders.
લોકતાંત્રિક દેશોના ઇતિહાસમાં સૌથી વધુ શાસન ભોગવનાર અને જનતા વચ્ચે પ્રસિધ્ધિ મેળવનાર નેતાઓમાં સામે વાળા માણસની માનસિકતા અને વિચારસરણીને સમજવાની કુદરતી પ્રતિભા હોય છે. તેથી અલગ અલગ પ્રકારના માણસો કેવી રીતે વિચારી શકે, તેનાથી તેઓ વાકેફ હોય છે. આ કૌશલના લીધે રાજકીય કરિયરના સૌથી શરૂઆતી તબક્કામાં કોઈ પણ ક્ષેત્રમાં ધર્મ & જાતિનું ગણિત સમજીને "સોશ્યલ એન્જિનિયરિંગ" કરવું તેઓ માટે સરળ રહેતું હોય છે. પરંતુ આ વોટબેંકની રાજનીતિથી સમાજમાં અશાંતિ પણ ફેલાતી હોય છે તથા લાંબાગાળે સમાજનું શૈક્ષણિક સ્તર સુધરતાં તેની અસરકરકતા પણ ઘટવાની સંભાવના રહેતી હોય છે. તેથી કોઈ પણ દીર્ઘદ્રષ્ટા નેતા સોશ્યલ એન્જિનિયરિંગની રાજનીતિ થકી કરિયારમાં ઉચ્ચ સ્તરીય પ્રગતિ કરી લીધા પછી, તેને ટકાવી રાખવા માટે વિકાસના રાજકારણને પોતાની લાંબાગાળાની નીતિ બનાવતા હોય છે, જેના સુચારુ અમલથી સરકાર પ્રત્યે લોકોમાં સકારાત્મક અભિગમ કેળવી શકાય. પરંતુ વોટબેંકની રાજનીતિમાંથી વિકાસની રાજનીતિનું સંક્રમણ દેખાય એટલું સરળ નથી હોતું. તે કોઈ પણ ક્ષેત્ર/મતવિસ્તારમાં રહેતા નાગરિકોની સામાજિક - આર્થિક - ધાર્મિક - સાંસ્કૃતિક સ્થિતિ અને તેઓના શૈક્ષણિક સ્તર પર નિર્ભર કરે છે.ઉપરોક્ત બાબતોના આધારે જે તે ક્ષેત્ર-વિશેષ માટે સરકાર વિકાસની નીતિ,યોજના અને કાર્યક્રમને આકાર આપે છે, જે વધુમાં વધુ નાગરિકોને આકર્ષી શકે અને સરકાર તથા નેતા પ્રત્યે તેઓનો અભિગમ હમેશાં હકારાત્મક રહે.
-SK's ink