Gujarati Quote in Blog by Darshana Hitesh jariwala

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હજુય કેટલા જવાબો મળ્યા નથી,
આજે પણ અમે કેટલા ચહેરાઓ ભૂલ્યા નથી..

મોઢે મુખોટો પહેરી હમ દર્દ બને,
એવા દોસ્તોને આજે પણ અમે ભૂલ્યા નથી..

દિવસો વીત્યા વર્ષો થયા દીધા જે ઝખ્મો,
હિતશત્રુઓના ઘા ને અમે આજે પણ ભૂલ્યા નથી..

ચાલી નીકળ્યા રાહી બની મંજિલે
ભૂલથી ભરેલા વળાંકોને આજે પણ ભૂલ્યા નથી..

ઇશ નથી માણસ જ છું હું પણ
માફી ના મળી અમને અમે આજે પણ ભૂલ્યા નથી..

રણ મૃગજળ ને ધુમ્મસ ઝાંકળમાં
પાંપણ ભીંજવતી બુંદોને અમે આજે પણ ભૂલ્યા નથી..

અબુધને વરદાન મળ્યું ઈશ પાસે
વાર્તા, કહાની કથા લખવાનું આજે પણ ભૂલ્યા નથી..

કરી લે કોઈ કેટલીય ચાલાકી અહીં,
માયાવીની માયા ને દીધેલ વરદાનને આજે પણ ભૂલ્યા નથી..

Darshu Radhe Radhe 💕

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111909147
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now