તણખલાની હારે લાગણીના માળે તું મારું જીવન,
પ્રણયની પાળે ને સમયના ઢાળે છે, તું મારું જીવન.
ઉકેલાતા અવઢવની સારે હ્રદયના તારે તું મારું જીવન,
મુસાફરીના ખોળે ને અંતરના માળે છે તું મારું જીવન.
જિજીવિષાની આરે સંતોષના સારે તું મારું જીવન,
શ્વાસની જાળે ને અંતના આરે છે, તું મારું જીવન.
આંખલડીના ડોળે જીવના જોરે તું મારું જીવન,
ગગનના શોરે ને ક્ષણના ખોળે છે, તું મારું જીવન.