સતી
કવિની કવિતાઓમાં રચાયેલી એ સ્ત્રી,
આંખોમાં એ પોતાને સર્વ શ્રેષ્ઠ રાચતી તી !!!
કવિએ કહેલા એ શબ્દોના મહેલોમાં,
અત્તરની જેમ વાલમના રોમાંસમાં મઘમઘતી તી!!!
કવિના એ રેલાતા પ્રેમના ઝરણામાં,
મધદરિયે મીઠા અમૃતની ધાર ગોતતી તી !!!
કવિએ સર્જેલા એ હિમાલયના પર્વતોમાં,
પોતાના કાળા રણમાં ખીલ્યા ગુલાબને ઝંખતી હતી!!!
કવિએ ઢોળ્યાં અહેસાસનાં એ તાંડવમાં,
લથપથ લાગણીઓની આવી ગઈ ત્સુનામી !!!
કવિની કલ્પનામાં રચાયું એક રંગમંચ જેમાં,
અહેસાસની હવેલીમાં વસ્યા શિવજીના સતી !!!