......" દિશા બદલાવી રહી છે હવા "
જરા દીપક શું પ્રગટાવ્યો? તો ગતિ વધારી રહી છે હવા!
એમ કહો કે એક મોટા વંટોળમાં, બદલાઈ રહી છે હવા!
ખુદના દર્દને ન કદી દર્દ જાણ્યું, ને બીજાના દર્દે સર્યાં આંસુ,
બસ, આમ રોજેરોજ શ્વાસના નામે, ખર્ચાઈ રહી છે હવા!
જુઓ તો કેવી ફેલાઈ ગઈ છે મહેક આજ દશે દિશાઓમાં,
લાગે છે એમનાં ખુલા કેશને અડકીને, આવી રહી છે હવા!
મારી બરબાદીના મનસૂબા લઈને બેઠેલાં જરા સંભાળજો,
કે ધીરે તો ધીરે પણ પોતાની દિશા, બદલાવી રહી છે હવા!
વાંધાવચકા કાઢ્યા જમાને, જીવતાં હરેકનાં કામમાં "વ્યોમ"
મૃત્યુ બાદ મૂખે-મૂખે મહેક પ્રશંસાની, ફેલાવી રહી છે હવા!
✍...©વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર