ક્યારેક જીંદગીની સફરમાં અમુક વખતે થાક લાગી જાય છે,ક્યારેક એવું થાય કે શું જીવન આ રીતે એક ધાર્યું જીવવાનું? બસ એક દિનચર્યા ઊઠો, જાગો અને એજ રૂટિન જીંદગી.ક્યારેક કામ થી થાક લાગી જાય છે તો ક્યારેક મનથી.
ઘણી વખત માનસિક થાક પણ શરીરને થકવી નાખે છે.જીવનમાં લોકો શું કહેશે? તેની ચિંતા હમેશા કરવાની ,ત્યારે પણ મન થાકી જાય છે.
ઘણી વખત જોબ થી વધુ વર્કલોડ પહોંચે ત્યારે પણ તન,મન થી થાકી જવાય છે .લોકો એમ માને કે વળી જોબ માં જલાસા છે.કુદરતની મહેરબાની કે જોબ મળી છે પણ એમાં મનનો થાક વધી જાય છે.થાક ક્યારેક પોતાના લોકો આપી જાય છે.વધારાનું ટેન્શન આપણે કરીએ ત્યાં થાક લાગી જાય છે.
-Bhanuben Prajapati