*નદી*
કલકલ કલકલ ગીતો ગાતી
હું વહેતી સરિતા છું
આપ્યા તમને નવ જીવન
હું વહેતી સંજીવની કહેવાઉં છું
ખીલ્યાં ખેતરો તમારા જેનાથી
હું વહેતી અન્નપૂર્ણા છું
ધોયા તમારા ઘણા પાપ
ગંગા યમુના તો ક્યાંક રેવા પૂજાઉ છું
નાખી ગંદકી કરી દુર્દશા મારી
હવે વહેતી ગંદકી છું
માતા નો દરજ્જો દીધો ને
હવે કચરાનું વહન કરતા રિબાઉ છું
હૈ નર એક કિનારે આરતી થાતી
બિજે કૂડા ઢહુ છું
હું દુખીયારી હું પીડાતી વહેતી વેદનાં કોને કહું છું.
નારાણજી જાડેજા
નર