Gujarati Quote in Thought by Tr Mrs Snehal Rajan Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઈ કાલે વિશ્વ શાંતિ દિવસ ગયો. ક્યાંય પણ એનાં વિશે ઉજવણી થતી હોય એવા સમાચાર વાંચવા કે સાંભળવા ન મળ્યાં. ક્યાંથી મળે? વિશ્વમાં શાંતિ હોય તો મળે ને? જ્યાં ઘરોમાં જ રાજકારણ રમાતુ થઈ ગઈ હોય ત્યાં વિશ્વશાંતિની તો વાત જ ક્યાં કરવી?

પોતાનાં પિતાનાં ધંધાને એક કરતાં વધારે પુત્રો હોય તો ભેગા મળીને આગળ વધારવાનો હોય એને બદલે બધાં પોતપોતાનો ભાગ લઈ પોતાનો અલગથી ધંધો કરે છે. આમાં માત્ર ધંધો જ અલગ નથી થતો, બંને ભાઈઓ અને એનાં પરિવારો પણ અલગ થાય છે. જ્યાં આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યાં આપોઆપ જ બંને ભાઈઓ અને એમનાં પરિવારજનો એકબીજાની સરખામણી કરતાં જાય છે. આમાં ને આમાં પરિવારોમાં ફાટ વધતી જાય છે. આવામાં શાંતિની અપેક્ષા ક્યાંથી હોય?

આવા અસંતુષ્ટ પરિવારો ધીમે ધીમે ઘર છોડીને સમાજમાં પણ અશાંતિ ફેલાવવા લાગે છે. આવામાં વિશ્વ શાંતિ દિવસ ક્યારે આવીને જતો રહે એની ખબર જ ન પડે એ સ્વાભાવિક જ છે.

દરેક દેશો પોતાને મહાન બતાવવાનાં ચક્કરમાં દુનિયાને વિશ્વયુદ્ધ તરફ લઈ જાય છે. બે વિશ્વયુદ્ધ તો આમ પણ થઈ ચૂક્યાં છે. એમાં થયેલાં નુકસાનની સંપૂર્ણ ભરપાઈ તો હજુ પણ થઈ નથી શકી. આવામાં એક દેશ બીજા દેશ સાથે આમ જ ઝગડતાં રહેશે તો કદાચ વિશેષ દિનની યાદીમાંથી વિશ્વ શાંતિ દિવસની બાદબાકી કરવી પડશે.

Gujarati Thought by Tr Mrs Snehal Rajan Jani : 111896893
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now