😢😢
એક દીકરી ના લગ્ન થઇ જાય એટલે જાણે એની તો દુનીયાજ બદલાઈ જાઈ છે. લગ્ન ના બીજાજ દિવસે સવારે ૬ વાગે ઉઠવાનું જે કયારે પણ તેના પિતાના ઘરે ઉઠીના હોય અને આવતાજ સીધું સવારે વેહલા ઉઠવાનું,લગ્ન નો થાક તો બનેં જ લાગે લો હોય છે પરતું દીકરી નું સાસરું કેહવાય એટલે બધાજ નીતિ નિયમો એના પરજ હોય એજ દીકરાના પણ લગ્ન થયા હોય છે પરંતુ તેના માટે કોઇજ નીતિ નિયમો નથી હોતા. લગ્ન થાય એટલે એના કપડાથી લઈને એના શોખ,જમવાનું, એની પસંદ, ના પસંદ આ બધુજ બદલાઈ જાય છે.લગ્ન પછી એજ દીકરો એનું તો કશુજ નથી બદલાતું. સવારથી વેહલા ઉઠીને બધુંજ બધું તૈયાર કરી આપે એમ છતાં પણ એજ કેહવાય કે એ કશુજ નથી કરતી. જેમ એ દીકરીનો પતિ બહાર કમાવા જાય છે અને થાકી જાય છે તેમજ એ દીકરી પણ ઘરે રહીને ઘરના સભ્યોની આખા દિવસની તમમાં જવાબદારી પૂરી કરીને એ પણ થાકી જાય છે.જેમ એક પતિ ને ઓફિસથી આવીને થાક ઉતારવા બેસે છે.તેમજ એ સ્ત્રીને પણ જરૂર હોય જ છે. એ સ્ત્રી પણ થાકે છે એને પણ કોઈના સહારાની જરૂર હોય છે. એને પણ એમજ થાય છે કે કોઈ આવીને એને મદદ કરે. દરેક પતિ જો આવી ને માત્ર ને માત્ર એનું પોતાનું કાર્ય અને થોડી ઘણી મદદ કરીદે તો એક સ્ત્રીને આનાથી વધારે કશુજ નથી જોયતું હોતું. આટલીજ મદદ સ્ત્રી પ્રત્યેનો પ્રેમ, સન્માન દર્શાવે છે. સ્ત્રી માત્ર ને માત્ર પ્રેમ, સન્માન, અને પોતાના લોકો નો સહયોગ માંગે છે. શક્ય હોય એટલો સહયોગ આપવો. સ્ત્રી ને માત્ર પ્રેમ જ જોઈએ છે.❤️ દરેક સ્ત્રી પોતાના પતિ માં એના પિતા ને જોવે છે.અને તેના સાસુ સસરા માં તેના માતા પિતા ને જોવે છે અને આશા પણ રાખે છે કે જેમ તેના પિયર માં તેની સાથે રેહવા માં તેમજ વ્યવહાર કરવામાં આવતો હતો એવોજ વ્યવહાર અને પ્રેમ તેના સાસરે પણ દરેક વ્યક્તિ કરે. એક દીકરી ને જેટલો સાથ સહકાર તેનો સાસરિયા નો પરિવાર આપે ને એટલીજ એ દીકરી તેના સાસરિયાના પરિવાર સાથે ખૂબ ખૂબ ખુશી થી હળીમળીને તેની સાથે રહે છે. તેમજ દરેક પરિસ્થિતિ ને પણ ખુબજ સરળતા થી સમજી ને સહન પણ કરી લે છે. જેમ દરેક વ્યક્તિ ને પોતાની લાગણી હોય છે તેમજ એક સ્ત્રી ને પણ લાગણી હોય છે..જે ઘર માં રેહતા દરેક વ્યક્તિ એ સમજવી જોઈએ. એક સ્ત્રી પોતાના પરિવાર માટે બધુજ ન્યોછાવર કરી દે છે. તો તેના માટે તેના પરિવાર ની જવાબદારી બને છે કે થોડુક તે સ્ત્રી માટે કરે જે કોઈ ની દીકરી છે અને તે પોતાનું બધુજ છોડી ને બીજા પરિવાર માં રહે છે એ પરિવાર ને સમજી ને તેના લોકો સાથે તાલમેળ મેળવે છે.અને પોતાની ગમતી અણગમતી વસ્તુ ને પોતાના પરિવાર માટે બદલે છે અને ત્યાંના લોકો સાથે મન મેળવે છે. એક દીકરી ને પણ પોતાની રીતે જીવવા ની જીંદગી માણવાની ઈચ્છા હોય છે પરંતુ તેના લગ્ન થતાંજ બધુજ બદલાઈ જાય છે. તેને પણ થોડી છૂટી મૂકી તેને પણ પોતાની જિંદગી ને આરામ થી માણવા દો. વધારે નહિ તો થોડીક પણ એને છૂટ આપો જેથી એનું પણ મન ખૂબ આનંદિત રહે.જો એ દીકરી નું મન આનંદિત હસે તો ઘર ના દરેક સભ્ય પણ આનંદમાં રેહશે. તેથી જ એક સ્ત્રી ને સાથ આપો..👍👍👍