જુના જમાનામાં ગુરુકુળમાં ભણતરની શરૂઆતમાં પ્રાર્થના કરવામાં આવતી હતી.
આજે પણ શાળા અને હાઈસ્કૂલમાં આ પ્રાર્થના કરવાનું મહત્વ છે.
માતા સરસ્વતીની આરાધના દ્વારા આપણે માતા સરસ્વતીને વિનંતી કરીએ છીએ કે અમને જ્ઞાન પ્રાપ્તિ થાય એ માટે આપના આશીર્વાદની જરૂર છે.
શાંત મને કરેલી પ્રાર્થના અને અભ્યાસ દરમિયાન શાંત મનથી કરેલું શ્રવણ હંમેશા ફાયદા કારક રહે છે.
-Kaushik Dave