🌹મિત્રતા દિવસની શુભકામના ❤️
......." મિત્રો"
મિત્રો મારી જિંદગી;
મિત્રો મારી બંદગી;
મિત્રો મારો શણગાર,
મિત્રો જ મારી સાદગી;
મિત્રો છે શ્વાસ સરીખા,
મિત્રો સંગાથ હરઘડી;
મિત્રો સૂર્ય, મિત્રો ચાંદ!
મિત્રો પૂનમની ચાંદની;
મિત્રો બાગ, મિત્રો પુષ્પ,
મિત્રો પવનની તાજગી;
મિત્રો દિલ, મિત્રો ધડકન,
મિત્રો જ મારા આરસી;
મિત્રો "વ્યોમ", મિત્રો ભોમ!
સમસ્ત બ્રહ્માંડમાં ખાસગી;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર