સુરજ ઉગે ને પંખી ના કલરવ થાય એ
આપડુ ગામડુ,
બળદ-ગાડા ના રણકાર થાય એ
આપડુ ગામડુ.
બપોર પડે ને ભાત ના સાદ થાય એ
આપડુ ગામડુ,
લિમડા છાયે વિસામો થાય એ
આપડુ ગામડુ.
સંધયા ટાણે ઝાલર થાય એ
આપડુ ગામડુ,
ગાય ભાંભરે ને વાછરડા નાચે એ
આપડુ ગામડુ.
વાળુ ટાણે સુખ-દુખ ની વાતો થાય એ
આપડુ ગામડુ,
ગરબી રમી સવાર ની રાહ જોવાય એ
આપડુ ગામડુ.