અંધકારમાં પણ ઉજાસનો અનુભવ કરાવે છે,
આ એજ છે જે હરપળ સાથ નિભાવે છે.
અહીં માંગવાથી તો સૌ કોઈ આપે,
આ વણ માગ્યે આપવાની હિંમત ધરાવે છે.
ખુશી છે કે આપે વતન ભણી પ્રયાણ કર્યું,
દુઃખ આપથી અલગ થયાનું મનને સતાવે છે.
"અલવિદા" કહીને અપમાન નહિ કરું દોસ્ત,
કેમ કે "મળતા રહીશું" નો ભાવ સંબંધને ટકાવે છે.
સાવન