Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોણ કહે છે કે અહીં ખાતામાં ભ્રષ્ટાચાર થાય છે,
ખાલી પાંચ જ રૂપિયામાંથી, રૂપિયા ચાર ખવાય છે.

માપણી વસુંધરાની કરવા પૈસા ની રેલમછેલમ હોઈ,
જો કોઈ લખે નદી ભ્રષ્ટાચારની એ સસ્પેન્ડ થાય છે.

આખલાઓ ને ખુલ્લી છૂટ મળી છે એને ચરવા દેજો,
કથિત ગૌભક્તો બન્યા જે એ જ તો ગૌચર ખાઈ છે.

કેટલી નાજુક સ્થિતિ હશે કે સ્વીકાર કરે અમલદાર,
પેલા ભક્તગણોને તો બસ હિન્દૂ રાષ્ટ્ર જ દેખાય છે.

એવું નથી કે પત્તાવાળો પાંચ માંગે અમલદાર પચ્ચીસ,
રૂપિયો છે આ પ્રજાનો નીચે થી ઉપર સુધી ખવાય છે.

ગિધો કહે છે સભામાં હંસો માંસાહાર હવે નહિ કરે,
અને મનોજ રાકતરંજીત દાંત મને ગિધોના દેખાય છે.

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111884301
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now