#Parivartan
નમસ્તે મિત્રો! હું ભાવેશ રાવલ. સાહિત્યની દુનિયામાં પા પા પગલી કરતો એક નાનકડો લેખક.આજે કેટલીક વાતો કરવી છે તમારી સાથે.કોઈ ભૂલચૂક થાય તો આપનું માફ કરવું અનિવાર્ય છે.હું ઘણા સમયથી નિરીક્ષણ કરી રહ્યો છું લોકોના વર્તન પર.ઘણા લોકો વ્યક્તિનું પદ જોઈને સામેવાળા પ્રત્યે વર્તન જ બદલી દેતા હોય છે.જેમકે કોઈ અમીર વ્યક્તિ આવે એ પછી ભલેને કોઈ બુટલેગર યા માફિયા હોય લોકો ઘણા શોખથી એની પાછળ પાછળ ફરશે પણ કોઈ ગરીબ વ્યક્તિ હોય એ પછી ભલેને ઈમાનદાર યા સાફ હ્રદયની વ્યક્તિ હોય એ હોશિયા માં જ રહી જતો હોય છે.લોકો એની સામે જોતા પણ નથી.હું એમ કહું છું કે શું તમને તમારું આત્મ સમ્માન વ્હાલું નથી કે શું? જે વ્યક્તિ તમને સરખી રીતે બોલાવે પણ નહિ તમે એની પાછળ પૈસા ખર્ચીને પણ સંબંધ બનાવશો પણ સાચા સ્નેહ ને જરાય સ્વીકારતા નથી.એક વાત યાદ રાખવી કે સમય તાકાતવર હોય છે કોઈ વ્યક્તિ નહિ.જો વ્યક્તિ જ તાકાતવર હોત તો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર અર્જુનને કાબા લૂંટી ન લેત.સમય ક્યારે કોઈને ક્યાં પહોંચાડી દે એની ખબર નથી રહેતી.ભલભલા હોશિયાર લોકો જિંદગીમાં મામૂલી સમ્માન મેળવવા સંઘર્ષ કરતા હોય છે જ્યારે છેલ્લી કક્ષાના લોકો સ્ટેજ પર બેઠા હોય છે ઘણીય વાર એવુંય બને છે.તો સમ્માન વ્યક્તિ નું કરો.બધા સાથે સરખો વ્યવહાર કરો.સૌ ઈશ્વર નાં સંતાન છીએ તો ભેદભાવ કરનાર આપણે કોણ વ્હાલા? સૌને મદદ કરો અને પ્રોત્સાહન આપો..કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા પ્રાર્થી છું...
લિ....ભાવેશ એસ રાવલ..
-Writer Bhavesh Rawal