" તુંય નથી કૈં કમ દોસ્ત "
ના કરીશ કોઈ ગમ દોસ્ત;
તારામાં છે કૈંક દમ દોસ્ત;
સુખને શાહી, દવાત દર્દને,
કષ્ટોને કરીલે કલમ દોસ્ત;
અનુભવોના કાગળ ઉપર,
તુંય લખ કોઈ નઝમ દોસ્ત;
સુખ દુખ તો આવે ને જાય,
નહીં રહે એ કાયમ દોસ્ત;
જખમ બધાં ભરાઈ જશે,
સમય જ છે મલમ દોસ્ત;
ક્યાં સુધી અંધકાર છળશે?
ઉદાસીય તોડશે દમ દોસ્ત;
ઊઠ જાગ ને તું કર હિંમત,
"વ્યોમ" તું નથી કૈં કમ દોસ્ત;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર