" પવિત્ર આત્માનું ઘર "
આમ તો આ હાડ માંસનું શરીર છે;
પણ, પવિત્ર આત્માનું આ ઘર છે;
સ્નેહ, દયાભાવનો કરીએ વસવાટ,
તો, આ તન સ્વર્ગથી પણ સુંદર છે;
લાગણીથી સદા કરીએ જો સિંચન,
તો, છાંવ આપતું ઘટાદાર તરુવર છે;
મહેંકી ઉઠે છે લહેરાતો પાક સુકર્મનો,
જ્યાં કરુણા, અહિંસાનું વાવેતર છે;
"વ્યોમ", પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ!
પંચ તત્ત્વો દ્વારા થયું એનું ઘડતર છે;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર