પાર્થિવ... કીર્તિ શાહ..
( ભાગ -૨)
દરેક વાતની એક મર્યાદા હોય..
દેશ ના નેતાઓ પાસેથી તો કહી શીખવા જેવું ભાવિ પેઢી પાસે છે નહીં ...
બચ્યો હતો તો એક માત્ર ધર્મ...તો તેને પણ વિકૃત રીતે રજૂ કરી આ લોકો સાબિત શુ કરવા માંગે છે ?
એવી તો કેવી મજબૂરી છે કે ધર્મના ઠેકેદારો અને કથાકારો પણ આ બાબતે હજુ ચૂપ છે...
સોરી પપ્પા તમારી વાત સાચી છે
"ક્રિએટિવ લિબર્ટી" ના નામે ધર્મ, કે ભગવાન ની મજાક ન થવી જોઈએ..ભાષા અને ધર્મ નું સ્તર કોઈ પણ સંજોગે નીચે જવું ન જોઈએ...
મેં હસી ને કીધું...બેટા
માઁ ને માઁ પણ કહી ને બોલાવી શકાય
અને બાપની બૈરી કહી ને પણ બોલાવી શકાય ..પાત્ર તો એજ રહેવાનું છે પણ બોલનાર વ્યક્તિ ના સંસ્કાર છતાં થઈ જશે.
એક વાત યાદ રાખજે બેટા
વાવાઝોડાં દરમિયાન ગરીબ ,ઈમાનદાર અને ભગવાનનો ભક્ત હોય તેવી વ્યક્તિના ઝૂંપડા ની અંદર આશરો લેવો
પણ ધર્મ ના નામે ધતિંગ ,ઘુતાર વેડા કરી ભોળી પ્રજાને બેવકૂફ બનાવનાર બનાવટી ધર્મ ના ઠેકેદારો બની બેઠેલા ના ઘર માં આશરો કે પગ કદી ન મુકવો..
પાર્થિવ..
🍃🍂
કીર્તિ શાહ *