આજે પપ્પા માટે શું લખું?
લખું તો પણ તે ક્યા વાચવાના છે!!
એવું નથી તેને વાંચતા નથી આવડતું,
તે આંખોની ભાષા પણ વાચી લેઈ છે!
બસ તેની પાસે વાચવા માટે સમય નથી,
સવાર થતા નિકળે છે અને સાંજે થાકી ઘરે આવે છે,
ખબર નહિ આખો દિવસ તે કયાં રહે છે!
પણ મને લાગે છે તે પરસેવા ના બજારમાં,
અમારા માટે ખુશી ખરીદવા જાય છે.
તેના માટે આ ખાલી એક દિવસ જ કેમ??
જે તો અમારા માટે પોતાની આખી જિંદગી ખર્ચી દે છે.
happy father's day
by. -Nicky Tarsariya