" આંખ કાઢી "
( ગઝલ )
સાવ કોરા કોઇ ના વાદળ હતા.
આજ મારા હાથમાં કાગળ હતા.
એટલે સુખની ક્ષણો ના છોડતો;
જિંદગીમાં દુઃખ ઘણાં આગળ હતા.
કેમ કાંટાળી કરી છે જિંદગી;
જોઇને હસતા મને બાવળ હતા.
એટલે સૂરજ ઘણો મોડો ઊગ્યો;
આંખ કાઢીને ઉભા ઝાકળ હતા.
દાવ લો Bન્દાસ અંચ્યા ના કરો;
લો કર્યો થપ્પો તમે પાછળ હતા.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : રમલ = ગાલગાગા × ૦૨ + ગાલગા