'ઓમ' ને શુભેચ્છા ;
સપના ઓ ની પાંખો બનાવી, હવે તુ આસમાન મા ઉડી લેજે.,
મહેનત અને નસીબ ના ફુટબોલ થી,જીદગી નો ગોલ કરી લેજે
મહેનત રંગ લાવી છે,પણ જીદગી માં રંગો પૂરવા ના હજી બાકી છે,
શુભેચછા ઓ હજી ઓછી પડે તો અમ વડીલ ના આશિષ લઇ લેજે્.
ભલે ડોકટર કે એન્જીનિયર બને, સફળતા નો બિલડર બને,
પ્રગતિ ની રાહે ચાલતા ચાલતા તુ માનવ બની રહે જે.
'ઓમ' ની બાસૂરી સદા કાનૂડા ના કાન સુધી પહોચતી રહે,
માખણ મિસરી સાથે ખુશી ની છોળ ઉડતી રહે.
ઉંચો બનજે એટલો કે આસમાન પણ નીચુ રહે.
પણ ઉંચો ન બનતો એટલો કે મા બાપ ને નમવું પડે.
જયવંત ભાઇ બગડીયા / કવિરાજ