" વિનાં "
દુખ દર્દો છૂપાવ્યાં હૃદયમાં અમે રડ્યા વિનાં;
તું શું જાણે કેમ વિત્યાં દિવસો હસ્યા વિનાં?
દિલની ડેલી આજ પણ રાખી છે મેં તો ખૂલી,
મન કરે તો તું આવી જાજે ટકોરા માર્યા વિનાં;
તારા વિરહમાં જોઈ લે થઈ ગયા છે કેવા હાલ,
ભટકતો રહ્યો છું લઘરવઘર મજનૂ બન્યા વિનાં;
સાકી તું પણ રાખજે ખાલી આજ આ જામ,
કે યાદ એ આવી ગયાં છે કોઇ નશો કર્યા વિનાં;
ખરી મજા તો કરી ગયાં છીએ અમે આ ગઝલમાં,
કે વાત તારી કહી દિધી એ પણ નામ લખ્યા વિનાં;
તારા સુધી વાત પહોંચાડવા લખી નાખી મેં ગઝલ,
બસ તું સમજી જાય તો મોક્ષ મળે મને તર્યા વિનાં;
કબર પણ સજાવીને રાખી છે હવે તો અમે "વ્યોમ"
ને કફન પણ રાખ્યું છે ઓઢીને, એ પણ મર્યા વિનાં;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર