Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"મા" એટલે?

'મા' એટલે, જન્મની દાતા;
'મા' એટલે, ભાગ્ય વિધાતા;
'મા' એટલે, સૃષ્ટિનું સર્જન;
'મા' એટલે, ઈશ્વરનું દર્પણ;
'મા' એટલે, વ્હાલનો દરિયો;
'મા' એટલે, શિક્ષણનો ખડિયો;
'મા' એટલે, ઝળહળતો દીપક;
'મા' એટલે, પરિવારની રોનક;
'મા' એટલે, એક મીઠો કોળિયો;
'મા' એટલે, નિરાંતનો ઢોલિયો;
'મા' એટલે, સુખોનો સાગર;
'મા' એટલે, અમૃતની ગાગર;
'મા' એટલે, ગગનચુંબી ઇમારત;
'મા' એટલે, ભગવતીની ઇબાદત;
'મા' એટલે, જિંદગીનું ચણતર;
'મા' એટલે, જીવતરનું ઘડતર;
'મા' એટલે, કૌશલ્યા શ્રી રામની;
'મા' એટલે, યશોદા શ્રી શ્યામની;
'મા' એટલે, સમસ્ત સંસાર;
'મા' એટલે, મીઠો મઘુરો કંસાર;
'મા' એટલે, અખંડ-અનંત "વ્યોમ"
'મા' એટલે, સુંદર, મનોહર ભોમ;

✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111875478
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now