શબ્દ સારો કે નઠારો નથી હોતો.
અર્થ મારો કે તમારો નથી હોતો.
આરોહને અવરોહ અસર કરતા,
વ્યક્તિ કોઈ અકારો નથી હોતો.
સત્ય પ્રકાશે કે પછી છૂપાવે એ,
માણસથી કોઈ અઘરો નથી હોતો.
શબ્દવિન્યાસે સારું કે માઠું લાગે,
એમાંથી કોઈ બાવનબારો નથી હોતો.
દેહભાષા શબ્દને હરાવીને જંપતી,
શબ્દસાગરને કોઈ કિનારો નથી હોતો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.