"યાદ આવ્યું"
વર્ષો પહેલાં જે છૂટી ગયું 'તું એ ગામ યાદ આવ્યું;
નિકળતાં એ ગલી બાજુથી એક નામ યાદ આવ્યું;
વડલો, તળાવ, પાદર અને એ એક આગવું મેદાન,
બાળપણમાં કરતાં ખેલકૂદનું એ ઠામ યાદ આવ્યું;
કબડ્ડી, ખો-ખો, આંબલી પીંપળી, રમતાં થપ્પો-દા,
એક એક કરીને, ધીરે ધીરે એ તમામ યાદ આવ્યું;
મહેક એ માટીની મળી જરા જ્યાં શ્વાસોમાં ત્યાં,
હૃદયમાં ધબકતું પવિત્ર ને પાવન ધામ યાદ આવ્યું;
રાતભર જાગતો એ વિચારે કે મળે ગામડું માણવા,
મૃગજળ બની રહી ગયું, હવે સ્વધામ યાદ આવ્યું;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર