આમ તો બેઠો હતો એ નજીક પિતાની,
પણ આમ એ છેટો મળ્યો.
હા એ આધુનિક પુત્રના હાથમાં પિતાને,
જોવા મોબાઈલ મળ્યો.
સોશિયલ મીડિયા સિવાય બીજે ક્યાંય જ્યારે જીવ પુત્રનો નાં ભળ્યો,
એ જાણીને લાચાર પિતાનો જીવ આજે બહુ બળ્યો.
જીદનું પોષણ ને મોહ પુત્રનો ભારે ફળ્યો,
સ્નેહના સરવૈયા માં ઘાટે ગયેલો સોદો મળ્યો.
-Writer Bhavesh Rawal