શબ્દોએ મિજબાની આપી, રાગ રંગને નિમંત્ર્યા છે,
શેર, કવિતા, ગઝલો એ, ભર ઉત્સાહે ભાગ લીધો,
મૌન આવ્યો ઓઢીને શાંતિની એક ચાદર,
ભરી આંખે એણે મહેફિલ નો નઝારો લીધો,
વાચા આવી લાગણીને એણે સાથ પણ શબ્દોનો લીધો,
શબ્દોને પણ મજા પડી એમણે તાલ શાયરીનો હાથે લીધો,
ગઝલ કહે હું કેમ રહું પાછી હું પણ સુરને સાથે લાવી,
મૌન બિચારો એકલો રહ્યો, આ સુરમયી સભા નિહાળી,
શાંતિએ ખોળામાં મૌનના માથું મૂક્યું ઢાળી,
અશ્રુઓ પણ એની સંગ દોડ્યા મૌનની આંખો નિહાળી,
હોઠોએ મંદ સ્મિત રેલાવી સૌને પાછળ દીધાં પાડી,
મૌનની થઈ જીત,શબ્દો ને સુરો તો જોતા જ રહ્યા આંખો ફાડી,
મહેફિલ હતી જે સુર સંગીતની, એ મૌનની બની ગયી,
એક વણબોલેલી બોલી બધુજ બોલી ગયી,
શબ્દોની મહેફિલમાં મૌનની જયજયકાર થઈ,
ને એ મહેફિલ મૌનની મહેફિલ જાહેર થઈ.
B+ve