દિકરી વહાલનો દરિયો
તો.....
દિકરો પ્રેમનો મહેરામણ...
દિકરી કાળજાનો કટકો,
તો....
દિકરો જીગરનો ટુકડો....
દિકરી સમજણનું સરોવર,
તો..
દિકરો આશાનું આકાશ...
દિકરી ઘરનો ઉજાસ
તો....
દિકરો સૂર્યનું પ્રથમ કિરણ...
દિકરી ઘરનો આનંદ,
તો....
દિકરો ઘરનું કિલકિલાટ...
દિકરી બાપનું હૈયું...
તો....
દિકરો માની મમતા...
દિકરી તુલસીનો ક્યારો,
તો...
દિકરો જીવનબાગનો ગલગોટો...
દિકરી પ્રેમનું પારણું,
તો....
દિકરો સ્નેહનું સંભારણું...
દિકરી હરખની હેલી,
તો....
દિકરો વહાલનો વરસાદ....
દિકરી કોયલ ટહુંકાર,
તો....
દિકરો રાગ મલ્હાર...
દિકરી થકી ગાજે સંસાર,
તો દિકરાથી નાચે સંસાર...
બેઉ જીવનરથના પૈડાં...
બેઉથી સુશોભિત સંસાર...
મંજુલા ગજકંધ ઘેલા 'ઊર્મિ'