એક વિચાર આવ્યો. કોરોના રસી વખતે કોને ક્યારે આપી તે આધાર કાર્ડને બેઝ બનાવી અપાય એટલે તરત સર્ટિફિકેટ જનરેટ થતું. ઓનલાઇન ગણત્રી પણ થઈ જાય અને એ બીજે ક્યાંય રસી લઈ ન શકે.
આટલો બધો ફૂલપ્રૂફ ઓનલાઇન પ્રોગ્રેસ છે, તો વોટર આઇડી સાથે આધાર નંબર લઈ એ આંગળી એ ભલે ટપકું મૂકે જે સર્ટિફિકેટ, સાથે રસી હતી તે જગ્યાએ મત અપાઈ ગયો એમ ઓનલાઇન રજીસ્ટર થાય તો ડુપ્લીકેટ કાર્ડ કે કોઈ રીતે એક માણસ ગુજરાતમાં મત આપે અને કલાક પછી એ કાર્ડ સામે મેઘાલય કે રાજસ્થાન માં મત અપાય એવું ન બને. તરત જ કદાચ રસી નું સર્ટિફિકેટ મળતું એમ કોઈ કી દ્વારા મત અપાયા ની જાણકારી.
માત્ર મત પેટી, શાહી વ. સાથે કોમ્પ્યુટર અને ઓનલાઇન વ્યવસ્થા કરવી પડે.
મોટા ભાગની જગ્યાએ જ્યાં રસી આપી શકાએલી ત્યાં લેપટોપ કે ટેબલેટ થી પણ એ કામ થતું તો ખૂબ રિમોટ ટાપુ કે જંગલ, પર્વતીય વિસ્તાર સિવાય આ બની શકે.
દુનિયાને દાખલો બેસાડવા જેવો.