સત્ય માણસ મથે અને કોઈ નડે નહીં
એવું બને નહીં
અને મથ્યા વગર મેળવેલું કોઈ નું ટકે
એવું પણ બને નહીં
માટે તું મથ.....દિલ થી જીતી જઈશ....
વાગે છે એટલે કે તને દર્દ નો
અનુભવ થાય
મૂર્તિકાર મૂર્ખ નથી કે વગર કારણે
તને તોચ્યએ જાય
માટે તું મથ....દિલ થી જીતી જઈશ....
તારી ઝનૂની રફતારી હવા જ્યારે એને
લાગશે
પછી અસ્તિત્વ પણ તારી મંજિલ ની
દુવા માંગશે
માટે તું મથ... . દિલ થી જીતી જઈશ...
એ આખું ગામ એનાજ નામ થી ચરી
ખાય છે
જેને બહુ કહ્યું હોય કે તારા થી ક્યાં
કઈ થાય છે
માટે તું મથ...... દિલ થી જીતી જઈશ....
બધાને નથી આવતા શિખરો
સર કરવાના વિચાર
કરી લે ઇજ્જત એ વિચાર ની...
મુક અમલ માં વિચાર
માટે તું મથ...... દિલ થી જીતી જઈશ....
તું વિશાળ માણસ છે એટલે...બાકી
કાયર નું કોઈ મૂલ્ય નથી
પૂછ તારી આત્મા ને તારી ક્ષમતા નું
પણ કોઈ મૂલ્ય નથી
માટે તું મથ..... દિલ થી જીતી જઈશ....
🌼🙏..