સાગર કિનારે એક સાંજ હતી,
હું ને મારી જ બસ વાત હતી.
ક્ષિતિજ દેખાતી બસ હાથ હતી,
જિંદગી જાણે બસ સોગાત હતી.
લહેરોની એક મીઠી આવાઝ હતી,
મને જ મારાથી લઈ જતી દૂર હતી.
સમય જ બસ એ એક એવો હતો,
જાણે હું મળતી મને વારંવાર હતી.
જિંદગી પછી જાણે રખડતી હતી,
ના કદી કોઈ જ એવી સાંજ હતી.
જેમાં હું જ કદી મારી સાથ હતી,
કે જેમાં જિંદગીની એક હાશ હતી.
"પ્રાપ્તિ"
2/4/23.